નવી દિલ્લીઃ રેનોની 5-સીટર કાર Kwidને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે દિગ્ગજ કાર કંપની રેનો હવે ઈલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે ઝંપલાવી રહી છે. કંપની હવે Kwidને ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. પ્રથમ વખત, રેનો ક્વિડ ઇલેક્ટ્રિક બ્રાઝિલમાં Kwid E-Tech નામના પરીક્ષણ દરમિયાન જોવા મળી હતી અને હવે કંપનીએ બ્રાઝિલના બજારમાં Kwid E-Tech લૉન્ચ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારની કિંમત લગભગ 1.43 લાખ રિયાલ છે, જે ભારતીય ચલણમાં લગભગ 23 લાખ રૂપિયા છે. નવી ઈલેક્ટ્રિક કાર Kwid ફેસલિફ્ટ પર આધારિત છે પરંતુ તેની આગળની ગ્રિલ અને ઘણા ભાગો ચાઈનીઝ મોડલના હોવાનું જોવા મળે છે. કંપનીએ હજુ સુધી Kwid e-Techની કોઈપણ ટેકનિકલ વિગતો શેર કરી નથી, જોકે સૂત્રો કહે છે કે તે યુરોપિયન બજાર માટે ખૂબ જ શક્તિશાળી પાવરટ્રેનમાં ઓફર કરવામાં આવશે.


ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે!
યુરોપમાં વેચાતી હાલની ઇલેક્ટ્રિક હેચબેક 44 હોર્સપાવર અને 125 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ કાર 26.8 kW-R બેટરી પેક દ્વારા સંચાલિત છે જે સિંગલ ચાર્જમાં આશરે 298 કિમીની રેન્જ આપે છે. સિટી K-Zમાં પણ આ જ બેટરી પેક આપવામાં આવ્યું છે જે 265 કિમીની રેન્જ આપે છે. કંપનીનો દાવો છે કે નવી કારમાં નાની બેટરી લગાવવામાં આવશે, જે ન માત્ર વધુ પાવરફુલ હશે, પરંતુ તેને ચાર્જ થવામાં પણ ઓછો સમય લાગશે. 2020માં, રેનોએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક ક્વિડ ભારતમાં આગામી બે વર્ષમાં લોન્ચ થઈ શકે છે, જો કે હવે કંપનીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં દેશમાં લોન્ચ કરવામાં આવશે નહીં.


રેનો નવી EV લોન્ચ કરવાની તૈયારીમાં-
Renault India હાલમાં ભારતીય બજારમાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક પ્રીમિયમ Megane e-Tech ક્રોસઓવર લૉન્ચ કરવાનું વિચારી રહી છે. Renault Kwid ભારતમાં 2015થી હાજર છે અને તે કંપનીની સૌથી સફળમાંની એક છે. 2019માં આ કારનું ફેસલિફ્ટ મોડલ દેશમાં લાવવામાં આવ્યું હતું, જેની સાથે બે પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ હતા, જેમાં 54 હોર્સપાવર સાથે 0.8-લિટર એન્જિન અને 68 હોર્સપાવર સાથે 1.0-લિટર એન્જિનનો સમાવેશ થાય છે. આ એન્જિન 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 5-સ્પીડ મેન્યુઅલ સાથે જોડાયેલા છે. તે Datsun RediGo અને Maruti Alto જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. ચીનમાં આ કાર સિટી કે-ઝાઈ નામથી વેચાય છે.